Swami Vivekanand
’કર્મયોગ’ આપણને શીખવાડે છે કે, જીવનમાં કર્મ કરવા અપરિહાર્ય છે, પરંતુ મહત્ત્વપૂર્ણ એ છે કે આપણે કયા ભાવ અને સમજની સાથે કર્મ કરીએ છીએ. સ્વામી વિવેકાનંદ આ પુસ્તકમાં નિષ્કામ કર્મના સિદ્ધાંત પર ભાર આપે છે, અર્થાત્ ફળની ઇચ્છા કર્યા વગર કર્તવ્યનું પાલન કરવું. તેઓ બતાવે છે કે, સ્વાર્થરહિત કર્મ જ આપણને બંધનમાંથી મુક્ત કરી શકે છે અને આધ્યાત્મિક ઉન્નતિની તરફ લઈ જઈ શકે છે.આ પુસ્તક વિભિન્ન ઉદાહરણો અને દૃષ્ટાંતોના માધ્યમથી કર્મયોગના ગૂઢ રહસ્યોને સરળ ભાષામાં સમજાવે છે. આ આપણને શીખવાડે છે કે, કેવી રીતે આપણે પોતાના દૈનિક જીવનના સાધારણ કાર્યોને પણ યોગમાં પરિવર્તિત કરી શકીએ છીએ, જેનાથી આપણું જીવન વધારે સાર્થક અને ઉદ્દેશ્યપૂર્ણ બની શકે. ’કર્મયોગ’ એ સૌ લોકો માટે એક માર્ગદર્શક છે, જે જીવનમાં સફળતા એન શાંતિ પ્રાપ્ત કરવા ઇચ્છે છે અને કર્મના સાચા સ્વરૂપને સમજવા ઇચ્છે છે. આ આપણને કર્મના માધ્યમથી ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે.