Jigna Kapuriya ’Niyati’
કલમના કસબી સાહિત્ય પરિવારની સાહિત્યિક પ્રવૃતિ આ અમારા કલમના કસબી પરિવારમાં ૨૪૬ સાહિત્ય રસિકો જોડાયેલા છે. જેમની કલમથી કંડારાયેલી એમની ભાવનાત્મક રચનાને માણવાનો લ્હાવો અમને સાપ્તાહિક સ્પર્ધામાં મળી રહે છે.મિત્રો.. પથ હોય, પથદર્શક હોય, આગળ વધવાની ધગશ હોય અને માફકસરનું વાતાવરણ હોય તો ડગ માંડી જ લેવાય. મંઝિલ પણ મળી જશે.સ્વચ્છ આકાશ સાથે વાતાવરણમાં પણ પોચાં શ્વેત વાદળો હોય છે. દરેક સમયે એને ચક્રાવાત અને ઝંઝાવાતો સામે ઝઝૂમવું પડે છે. એવી જ રીતે અમારા આ કલમના કસબી સાહિત્ય પરિવારમાં કસબીની કલમને અનેક પરીક્ષણમાંથી પસાર થવું પડે છે. અમારા પરિવારના સભ્યને પણ કલમની ધાર કાઢીને તૈયાર રહેવું પડે છે. સ્પર્ધા રૂપી મૂર્તિને ઘડવા માટેઅમારા આ સાહિત્યિક પરિવારમાં દર સપ્તાહ અમે અલગ અલગ વૈવિધ્ય પૂર્ણ વિષય જેમકે, 'હાસ્ય વ્યંગ', બાળપણમાં સાંભળેલા 'જોડકણા' અને આજે વિલુપ્ત થઈ ગયેલા 'ફટાણાં' વગેરે જેવાં વિષય પર પરિવારના સભ્યો ઉત્સાહભેર ભાગ લે છે. અમારા નિર્ણાયક પણ તટસ્થ રીતે જ વિજેતા જાહેર કરવા સાથે ભૂલો પણ દર્શાવે છે. આમ તેઓ નિ:સ્વાર્થ ભાવે સાહિત્યની સેવા કરીને માતા સરસ્વતીની આરાધના કરે છે. હાલ અમે ૧૬૦મી સ્પર્ધા સફળતા પૂર્વક પૂર્ણ કરી છે. હા.. મિત્રો સ્પર્ધામાં જે વિજેતા હોય એને સર્ટિફિકેટ પણ પ્રદાન કરવામાં આવે છે. સભ્યની ગુણવત્તા પ્રમાણે એમને સન્માનપત્ર કે પ્રમાણપત્ર અર્પિત કરવામાં આવે છે. આ સંદર્ભે અમે એક સહિયારું પુસ્તક પ્રસિદ્ધ કરીએ છીએ, એમાં પણ ઉત્સાહભેર બધાં સભ્યો ભાગ લે છે અને પુસ્તકનું લોકાર્પણ સાહિત્ય રસિકોની ઉપસ્થિતિમાં ઉમંગભેર કરવામાં આવે છે. આ અગાઉ અમે શબ્દસુગંધના ૪ ભાગ અને 'અવસર' એમ ૫ પુસ્તક પ્રસિદ્ધ કર્યા છે. હવે અમે 'શબ્દસુગંધ ભાગ - પ'નું લોકાર્પણ કરીને વાર્ષિક સાહિત્ય કાર્યક્રમનું આયોજન કરવા જઈ ર